તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Sunday, 19th January 2025
સુરતમાં IPOના રોકાણના નામે ભેજાબાજોએ ૧.૨૦ કરોડ ખંખેર્યા
સાઇબર ફ્રોડનો શિકારઃ સ્કીમમાં વેપારીને ઊંચુ વળતર અને વ્યાજની લાલચ આપી નાણા પડાવ્યા હતા

સુરત,તા.૧૯, :સુરતમા IPOમાં રોકાણના નામે સાઇબર ફ્રોડનો શિકાર થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સિંગણપોર અને અડાજણના વેપારી સાઇબર ફ્રોડનો શિકાર બન્યા હતો, ધૂતારાઓએ લાલચ આપી વેપારીઓ પાસેથી ૧.૨૦ કરોડ ખંખેરી લીધા હતા. અંતે બન્ને વેપારીઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી સાયબર સેલે તપાસ શરૂ કરી છે.
સુરતમાં સિંગણપોરના સાયબર ફ્રોડોએ વેપારી પાસેથી હોટલ રિવ્યૂ ટાસ્કના નામે ૬૦ લાખ અને અડાજણના વેપારી પાસેથી IPOમાં રોકાણના નામે ૬૦.૭૭ લાખ પડાવ્યા હતા. ટેલિગ્રામમાં અલગ-અલગ વ્યક્તિઓએ લોભામણી સ્કીમમાં વેપારીને ઊંચુ વળતર અને વ્યાજની લાલચ આપી નાણા પડાવ્યા હતા. વેપારીઓને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર પોલીસે પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
