તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Sunday, 19th January 2025
ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર
ક્રાઈમબ્રાન્ચે 14 દિવસના માંગ્યા હતા રિમાન્ડ: 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

અમદાવાદમાં: ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસતો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો.આજે (રવિવારે) પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના મંજૂર કર્યા છે.
દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા નહોતા. તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ ખરીદતો પણ ફ્લાઇટમાં બેસતો નહીં. ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવા અને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આજે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, ખ્યાતિની કુલ આવકના 56 ટકા પગારમાં બતાવી નુકશાનમાં લઇ ગયા અને પગાર ઉપાડીને આવકનું સેટલમેન્ટ ખર્ચમાં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
