News of Sunday, 19th January 2025
પાદરા જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: કાળમુખા ટ્રકે અડફેટે લેતા બે નાના બાળકો અને મહિલાનું ઘટના સ્થળે મોત
ગવાસદ ગામ પાસે પુરપાટ ઝડપે દોડી આવેલ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત

વડોદરા જિલ્લાના પાદરા જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં એક સાથે જ ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક મહિલા સહિત બે નાના બાળકોનો સમાવેશ થાય છે. બનાવ અંગે સ્થાનિક પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર અને જિલ્લામાં નવા વર્ષના પ્રારંભેથી જ માર્ગ અકસ્માતના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દર બે એક દિવસમાં અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક વખત વડોદરા જિલ્લામાં અકસ્માતનો બનાવ બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા જંબુસર હાઇવે ઉપર આ અકસ્માતની ઘટના બની હતી. પાદરા જંબુસર હાઇવે ઉપર આવેલા ગવાસદ ગામ પાસે ગામ પાસે અકસ્માત થયો હતો.
સર્જાયેલા અકસ્માતમાં એક સાથે ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે. એક મહિલા અને બે નાના બાળકોના સ્થળ પર મોત થયા હતા. બાઈક અને ટ્રક વચ્ચે આ અકસ્માત થયો હતો. પુરપાટ ઝડપે દોડી આવેલ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે નાના બાળકો અનેક મહિલાનું મોત થયું છે.
બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
