<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

ગોરા પ્રા.શાળાના આચાર્યને પ.પૂજય સંતશ્રી મોરારી બાપુના હસ્તે “ચિત્રકૂટ એવોર્ડ” અર્પણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે મોરારીબાપુના હસ્તે સંતો મહંતો અને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની ગોરા (ન.પુ.વ) પ્રા.શાળા ના આચાર્ય શાંતિલાલ કોદરભાઈને પ્રાથમિક શિક્ષણમાં શાળા અને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે સતત નવતર પ્રયોગો, ડીજીટલ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તેમજ INDIA BOOK OF RECORDS અ‍ને WORLD BOOK OF EXCELLENCE (IBR), શાળાના પ્રાથમિક શિક્ષણ માટે થયેલા અવિરત પ્રયાસોના ફળસ્વરુપે “ચિત્રકૂટ એવોર્ડ-૨૦૨૪” અર્પણ કરવામાં આવ્યો છે.                  

   ગુજરાત રાજ્યના ૩૪ પ્રાથમિક શિક્ષકોને ચાલુ વર્ષે ચિત્રકૂટ એવોર્ડ ૧૫મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે ચિત્રકૂટ ધામમાં પરમ પૂજ્ય મોરારજી બાપુના આશીર્વાદ સાથે એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. વિશ્વ પ્રસિદ્ધ રામકથાકાર પરમ પૂજ્ય મોરારીબાપુ દર વર્ષે શિક્ષણ કાર્ય અને સમાજસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને દરેક જિલ્લામાંથી એક શિક્ષકની પસંદગી કરીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરે છે.
   આ પ્રસંગે તમામ એવોર્ડી શિક્ષકને પ્રમાણપત્ર, શાલ અને રૂ. ૨૫,૦૦૦ પ્રોત્સાહક ઈનામ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા. સાથે સાથે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ એવોર્ડી શિક્ષકોને રાજયના પ્રાથમિક શિક્ષકો વતી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકો માટે અતિ પ્રતિષ્ઠિત અને ગૌરવવંતો ગણાતો શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ છેલ્લા ૨૫ વર્ષથી દર વર્ષે એનાયત કરવામાં આવે છે

(11:24 PM IST)