News of Monday, 20th January 2025
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલ સાથે ચાર્જ લેતા અગાઉ બેઠકો કરી ACB વડાએ પૂરતું હોમ વર્ક કરી લીધું છે
બાંગ્લાદેશ સાથેના પરિવર્તિત સંબંધો ધ્યાને રાખી શમશેરસિંઘને કેન્દ્ર બીએસએફમાં વિશેષ જવાબદારી સુપ્રત કરશે

ગુજરાત કેડરના આ આઇપીએસ દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી સાહેબસિહ વર્માના પીએસ તરીકે ફરજ બજાવી હોવાથી કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલનનો બહોળો અનુભવ ધરાવે છે
રાજકોટ, તા. ર૦: લાંબા સમયથી ગુજરાતના ૧૯૯૧ બેચના સિનિયર આઇપીએસ શમશેરસિંઘ દિલ્હી જશે કે પછી તેમનો ઓર્ડર કેન્સલ થશે ? તેવો અનિヘતિતાનો આખરે અંત આવ્યો છે. કેન્દ્રમાં તેમનું એપેનલડ મેંટ વિધિ બાકી હોવાથી વિલંબ થયો છે, હવે બોર્ડર સિકયોરિટી ફોર્સ જેવી જવાબદારી સુપ્રત થયેલ છે.
દિલ્હીના સૂત્રોના જણાવ્યા મુજબ બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધોમાં ફેરફાર પછીની પરિસ્થિત ઘૂસણખોરી વધવી, પヘમિ બંગાળની સરહદો ની વિશેષ કાળજી રાખવાની જવાબદારી તેમને સુપરત થનાર છે. આ સંદર્ભે તેમની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલ સાથે પણ બે ત્રણ બેઠક થયેલ ચરમ.
હાલ તુરત એડી ડીજી લેવલે બીએસએફમાં જેમને ફરજ સુપરત થયેલ છે તેવા આ ગુજરાત કેડરના આઇપીએસ મૂળ હરિયાણાનાં જીદ જિલ્લાના સામાન્ય પરિવારના વતની એવા આઇપીએસ નાના હતા ત્યારે રેડિયોના યુગમાં એક વાર્તાલાપ સાંભળ્યો અને આઇપીએસ બનવા પ્રેરાયા હતા.
તેમના સાસરિયાં પરિવાર ખૂબ ધનાઢય અને રાજકીય રીતે ખૂબ આગળ છે. શમશેર સિંઘજીએ ભૂતકાળમાં દિલ્હીના એક સમયના દિલ્હીના મુખ્યમંત્રી સાહેબસિહ વર્માનાં અંગત સચિવ તરીકે કામ કરેલ હોવાથી તેઓ કેન્દ્રની વિવિધ એજન્સીઓનાં કાર્યથી સુપરિચિત સાથે બીએસએફનાં અધિકારીઓ સાથે સંકલન ધરાવે છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
