<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

USA ખાતે “વન ગુજરાત, વન ગુજરાતી, વન વોઈઝ" ની ટેગલાઈન સાથે“ફર્સ્ટ યુનાઇટેડ "ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪" યોજાઈ:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલી સંબોધન : નરેન્દ્રભાઈ મોદીજીએ આ કાર્યક્રમની સફળતા માટે પોતાનો શુભકામના સંદેશ પાઠવ્યો : ફેડરેશન ઓફ ગુજરાતી એસો સીએશન દ્વારા આયોજીત કોન્ફરન્સમાં રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની પ્રેરક ઉપસ્થિતિ : યુ.એસ.એ.સ્થિત લગભગ ૧૦૦ જેટલી ગુજરાતી સમુદાયની સંસ્થાઓએ સંયુક્તપણે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન ફોગા નામની સંસ્થાની સ્થાપના કરીને FOGAએ વર્ષોથી U.S.A. માં વસતા ગુજરાતી લોકોએ ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના સંસ્કારો અને ગુજરાતની અસ્મિતાને જાળવી રાખી છે1:40 PM IST

દેશભક્તિના રંગમાં રંગાયું વડોદરા : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો હજારો વડોદરાવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું:જનસૈલાબના અદમ્ય ઉત્સાહને વંદન, વડોદરાના આ દ્રશ્યો દેશને પ્રેરણા પૂરી પાડશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી:ડ્રગ્સના દૂષણ સામે મજબૂતાઈથી લડી રહ્યા છીએ, રાજ્યમાં છેલ્લા ૧૦ દિવસમાં રૂ. ૮૫૦ કરોડનું ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું: સંઘવી: દેશના સ્વાભિમાનના પ્રતિક સમા તિરંગાને ઘરે-ઘરે લહેરાવીને રાષ્ટ્રભક્તિના રંગે રંગાવાનું ગૃહ રાજ્યમંત્રી સંઘવીનું આહવાન8:45 PM IST

ઢેબર કોલોનીમાં માતાજીના ભુવા સુરેશભાઇ સોલંકીને ૯ શખ્‍સોએ ક્રુરતાથી રહેંસી નાંખ્‍યા : ત્રણ દિકરાને ઇજા : રાજકોટમાં વધુ એક હત્‍યાઃ ઢેબર કોલોની ફાટક પાસે સુરેશભાઇ સોલંકીના ભાણેજ મહેશને રાજુની સામે જોવા મામલે ડખ્‍ખો થયા બાદ રાજુ અને મહેશના પિતા વિજય વચ્‍ચે ઝઘડો થયોઃ સુરેશભાઇ અને ત્રણ દિકરા વચ્‍ચે પડતાં ખાર રાખી તેના પર હુમલો : ભક્‍તિનગર પોલીસે રાજુ સોલંકી, પ્રકાશ, ભીમા, શૈલેષ, નિલેષ, અરવિંદ, અનિલ, ધનો અને યોગેશ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોઃ સુરેશભાઇએ મોડી રાતે દમ તોડયોઃ તેના પુત્રો વિક્કી, અર્જુન અને પ્રકાશ સારવાર હેઠળઃ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા,પીઆઇ ગીલવા, પીએસઆઇ વસાવા, નિલેષભાઇ મકવાણા અને ડી. સ્‍ટાફની ટીમે ચાર-પાંચને રાઉન્‍ડ અપ કર્યા3:09 PM IST