News of Monday, 20th January 2025
રિલાયન્સ ફાઉન્ડેશન ટુર્નામેન્ટમાં હીરામણી સ્કૂલ ચેમ્પિયન

રાજકોટઃ અમદાવાદઃ રોયો ક્રિકેટ ગ્રાઉન્ડ-એ હીરામણી સ્કૂલે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને હરાવીને અન્ડર -૧૬ રીલાયન્સ ફાઉન્ડેશન ઇન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટમાં ચેમ્ચિયન બની. હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ૭૨.૨ ઓવરમાં ૧૦ વિકેટ ૨૦૩ રન કર્યા હતા. જેમાં શિવમ પટેલ ૨૬ ઓવરમાં ૬૧ રન આપીને ૬ વિકેટ અને નિહાલ પટેલે ૧૨.૨ ઓવરમાં ૨૯ રન આપી ૪ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે ૯૨.૨ ઓવર ૬ વિવેટ ૨૫૦ રન કર્યા હતા. જેમાં કથન પટેલે ૨૧૮ બોલમાં ૧૦૦ રન નોટઆઉટ, જૈનિલ પટેલે ૮૯ બોલમાં ૪૪ રન અને શિવાંક મિસ્ત્રીએ ૧૫૫ બોલમાં ૪૮ રન કર્યા હતા. આ મેચમાં વિજય થવા બદલ ટીમ અને કોચને સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વરુણ અમીન અને સંસ્થા સી.ઇ.ઓ. ભગવત અમીને અભિનંદન પાઠવ્યા હતા.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
