<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

વડોદરામાં વધુ એક સાઈબર ફ્રોડ: લાલચમાં ફસાયેલા વેપારીએ રૂપિયા 1.9 કરોડ ગુમાવ્યા

વેપારી ફોરેક્સ ટ્રેડિંગના નામે સાયબર માફિયાઓનો શિકાર બન્યો

વડોદરા : સાયબર માફિયાઓની રડારમાં હવે વેપારીઓ આવવા માંડ્યા છે. ત્યારે, વડોદરા શહેરનો એક વેપારી પણ ફોરેક્સ ટ્રેડિંગના નામે સાયબર માફિયાઓનો શિકાર બન્યો છે. આ વેપારીએ 1.9 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

લોભામણી લાલચોથી દૂર રહેવાની સાઇબર ક્રાઇમ અને શહેર પોલીસની અનેકો વખત અપીલ અને અનુરોધ કરવા છતાં પણ કેટલાક લોકો લોભામણી જાહેરાતોમાં આવીને લાખો કરોડો રૂપિયા ગુમાવી દેતા હોવાની ઘટના સામે આવતી હોય છે. આવો જે કિસ્સો વડોદરા શહેરમાં બન્યો છે એક વેપારીએ 1.9 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

સાયબર માફિયાઓનો ભોગ બનેલા વેપારીએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓને 10 ઓક્ટોબર 2024 ના રોજ facebook પર કોઈ અમીના ઘોષલ નામના આઈડી પરથી રિક્વેસ્ટ આવી જે ફ્રેન્ડ રિક્વેસ્ટ ને વેપારીએ સ્વીકારી અને ત્યારબાદ તેણે વેપારીનો મોબાઇલ નંબર મેળવ્યો અને whatsapp ઉપર સંપર્ક કર્યો હતો. અમીના નામની વ્યક્તિના નામે જણાવ્યું કે તે પોતે ફોરેક્સમાં ટ્રેડિંગ કરે છે અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે.

તમને પણ આ રીતે સારી આવક મેળવવી હોય તો આ રીતે ફોરેક્સમાં ટ્રેડિંગ કરો તો સારો ફાયદો થશે જેથી વેપારીએ એક ઓનલાઇન એકાઉન્ટ ખોલ્યું અને શરૂઆત 20,000 રૂપિયાથી કરવામાં આવી. અમીના નામની વ્યક્તિએ વેપારીને રમેશભાઈ નામનો એક મેન્ટોર આપ્યો અને અનેક વખત ટ્રેડિંગ કરાવી અજાણ્યા વ્યક્તિ રમેશના નામે કમિશન ટ્રાન્સફર કરાવવામાં આવી રહ્યું હતું.

જ્યારે આ વળતરની રકમ પેટે કેટલીક વખત તો 12 અને 36 લાખ રૂપિયા સુધી થઈ જતી હતી. જેથી વેપારીએ લાલચમાં આવીને વધારે રોકાણ કર્યું. વેપારીએ એકાઉન્ટમાં એક કરોડ ઉપરાંતના ઇન્વેસ્ટમેન્ટની સામે 2.38 કરોડની રકમનું બેલેન્સ દેખાયું.

પરંતુ વેપારી જ્યારે આ રકમ ઉપાડવા ગયા ત્યારે સામેથી લેટ પેમેન્ટથી અને અન્ય નામે વધુના રકમની માંગણી કરવામાં આવતા વેપારીને અહેસાસ થઈ ગયો કે હવે મારી સાથે ઠગાઈ થઈ છે. જેથી આટલી મોટી રકમ જતા વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ત્વરિત વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

(8:02 PM IST)