News of Monday, 20th January 2025
ધનસેરા ચેકપોસ્ટ પરથી બોલેરો ફોર વ્હીલ ગાડી માંથી પોલીસે બિયરની ચાર બોટલ પકડી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ધનસેરા ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બોલેરો ગાડીમાંથી બિયરની ચાર બોટલ પકડી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ વાહન ચેકીંગમાં હતી એ સમયે કલ્પેશ બામણ રાવતાલે (રહે.રાણીપુર તા.શાહદા જી.નંદુરબાર મહારાષ્ટ્ર )નાઓએ પોતાના કબ્જામાંની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડીમા ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કાચની બીયર બોટલ નંગ ચાર કિ.રૂ. ૬૦૪ નો મુદ્દામાલ તથા મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડી આશરે કિ.રૂ. ૩.૫૦.૦૦૦ મળી કુલ રૂ. ૩.૫૦.૬૦૪ ના મુદ્દામાલ સાથે ઘનશેરા ચેક પોસ્ટ ખાતે થી સાગબારા પોલીસે ચેકીંગ દરમ્યાન ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
