તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Tuesday, 21st January 2025
બનાસકાંઠાના વિભાજ ન લઈને ધાનેરા સજ્જડ બંધનું એલાન :વેપારીઓ દુકાનો બંધ રાખીને જન આક્રોશ સભામાં જોડાશે
જન આક્રોશ સભામાં ગામડાઓ માંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેકટરો લઈને ઉમટશે. સભામાં લોકોને લાવવા માટે 350 રિક્ષાઓ મફત સેવા આપશે

બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરાને નવા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા છેલ્લાં 20 દિવસથી ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે ધાનેરામાં સજ્જડ બંધનું એલાન આપી વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ રાખીને લોકો જન આક્રોશ સભામાં જોડાશે. આ જન આક્રોશ સભામાં લોકોને લાવવા માટે 350 રિક્ષાઓ મફત સેવા આપશે જેને લઈને તમામ રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા છે. જન આક્રોશ સભામાં ગામડાઓ માંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેકટરો લઈને ઉમટશે.
જન આક્રોશ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ,ભાજપના પૂર્વ ધારાસભ્ય પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ જોડાશે. ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા યોજાયેલ જન આક્રોશ સભામાં લોકો સરકાર સામે વિરોધ વ્યક્ત કરીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરશે. તો વેપારીઓ કહી રહ્યા છે કે અમારે માલ સામાન સહિતના વિવિધ કામો માટે બનાસકાંઠા પાલનપુર અનુકૂળ છે જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ જો માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
આ જન આક્રોશ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાવાના છે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ કાંકરેજના લોકોની પણ બનાસકાંઠામાં જોડાવાની માંગ છે સાથે જ દિયોદરના લોકોની એવી માગ છે કે દિયોદરને અલગ જિલ્લો જાહેર કરીને તેનું અગડ નામ રાખવામાં આવે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
