<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

સુરતમાં સાથે આપઘાત કરવાનું કહીને ત્રીજા માળે લઈ ગયો:પ્રેમિકા કૂદી ગઈ અને પ્રેમી હાથ છોડી ભાગી ગયો

અમરોલી વિસ્તારમાં રહેતી તરુણીને યુવાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો બાદમાં તેણે અન્ય યુવતી સાથે સગાઈ કરી:તરુણીને મળવા તેના ઘરે ગયો ત્યારે તરુણીને વાતોમાં ભોળવી સાથે આપઘાત કરવા ઉપર ગયો : તરુણી ત્રીજા માળેથી કૂદી તે સાથે યુવાન ત્યાંથી ભાગી ગયો

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષ 7 મહિનાની તરુણી અગાઉ વરાછા વિસ્તારમાં રહેતી હતી ત્યારે સાત મહિના અગાઉ ત્યાં રહેતા યુવાને તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેણે અન્ય યુવતી સાથે સગાઈ કરી દીધી હતી અને ગત શુક્રવારે તરુણીને મળવા તેના અમરોલીના ઘરે ગયો ત્યારે તરુણીને વાતોમાં ભોળવી સાથે આપઘાત કરવા ઉપર ગયો હતો.

તરુણી ત્રીજા માળેથી કૂદી તે સાથે યુવાન ત્યાંથી ભાગી ગયો હતો. હોસ્પિટલમાં તરુણી ગર્ભવતી હોવાનો ખુલાસો થયા બાદ યુવાનના કરતૂતની જાણ તરુણીના પરિવારને થતા ગતરોજ તેના વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાગી છૂટેલા યુવાનને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગીર સોમનાથનો વતની અને સુરતમાં વરાછા ચોપાટી સામે ઘનશ્યામનગરમાં રહેતો સોહમ સાદુળભાઇ ગોહીલ સાડીના ખાતામાં કામ કરે છે. લગભગ વર્ષ અગાઉ તે નજીકના સાડીના ખાતામાં કામ કરતી અને તે વખતે વરાછા વિસ્તારમાં રહેતી હાલ ૧૭ વર્ષ ૭ મહિનાની તરુણીના સંર્પકમાં આવ્યો હતો.તરુણી પણ તેના વતન તરફની હોય બંનેની મિત્રતા વધી હતી અને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક વધતા તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.સોહમે તરુણીને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ પણ બાંધ્યો હતો. જોકે, ત્રણ મહિના અગાઉ સોહમની અન્ય યુવતી સાથે સગાઈ થતા તરૂણી ભાંગી પડી હતી.

(1:21 PM IST)