તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Tuesday, 21st January 2025
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની થઇ શકે જાહેરાત :સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
ઓબીસી અનામતની પ્રક્રિયાના કારણે ગુજરાતમાં બે વર્ષ સુધી સ્થાનિક ચૂંટણી મુલતવી રહી છે અને વહીવટદારનું શાસન છે.

અમદાવાદ :ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ શકે છે. આજે સાંજે 4.30 વાગ્યે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરશે. ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ શકે છે
રાજ્યની 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણી ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઇ શકી નથી. એ ઉપરાંત મુદ્દત વિતી ગઇ હોય તેવી પાલિકા અને પંચાયતો ઉપરાંત શહેરી વિસ્તારની 42 અને પંચાયતોની 42 મળીને કુલ 84 ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીઓ આવી રહી છે.
હવે પછીની કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત સાથે સાત ટકા એસસી અને 14 ટકા એસટી અનામત સાથે કુલ 48 ટકા અનામત બેઠકો રહેશે. ઓબીસી અનામતની પ્રક્રિયાના કારણે ગુજરાતમાં બે વર્ષ સુધી સ્થાનિક ચૂંટણી મુલતવી રહી છે અને વહીવટદારનું શાસન છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
