News of Tuesday, 21st January 2025
રાજપીપળા નાગરિક બેંક પાસે એસટી બસે નંદીને ટક્કર મારી ગંભીર ઇજા કરી નાશી છૂટતા લોકોમાં રોષ
પૂરપાટ આવતી એસટી બસના ચાલકે મૂંગા પશુની દરકાર કર્યા વિના નંદીના પગ પર બસ ચઢાવી ઘાયલ કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેરમાં રખડતા પશુઓની સંખ્યા વધુ છે પશુ માલિકોને કંઈ પડી નથી ત્યારે છૂટા ફરતાં આ પશુઓને વારંવાર વાહન ચાલકો ટક્કર મારી ઇજાઓ કરે છે જેમાં કેટલાક તો મોતને ભેટે છે જ્યારે કેટલાક ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર આપવામાં આવે છે
મળતી માહિતી અનુસાર સાંજે રાજપીપળા ની નાગરિક બેંક પાસે પુરપાટ આવતી એક એસટી બસ નંબર GJ 18 7308 ના ચાલકે તેના કબજાની બસ આ ભરચક વિસ્તાર હોવા છતાં પૂરપાટ હંકારી આવતા ત્યાં ઊંભેલા એક નંદીને ટક્કર મારી હતી જેમાં નંદીના પગમાં ગંભીર ઇજાઓ થતાં રસ્તા ઉપર પણ લોહી પડેલું જોવા મળ્યું હતું. જોકે ત્યાં આ દુખદ નજારો જોતા લોકો એ જોયું કે બસ સ્પીડમાં આવી નંદીને ટક્કર મારી ઊભી રાખ્યા વિના જ ચાલક બસ લઈને જતા રહ્યા હતા. ત્યારે આ મુદ્દે એકઠા થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મૂંગા પશુની આવી દયનીય હાલત જોતા લોકોમાં એવી ચર્ચા હતી કે ટ્રક ચાલકો બાદ હવે બસના ચાલકો પણ બેફામ બન્યા છે માટે ક્યારેક કોઈ વૃદ્ધ વ્યક્તિ કે બાળકને પણ આ રીતે અડફેટ માં લઈ શકે છે માટે એસટી વિભાગે તેમના ડ્રાઇવરો ને આ મુદ્દે કડક સૂચના આપવી જરૂરી છે. નહી તો પશુ કે વ્યક્તિ પણ ક્યારેક જીવ ગુમાવી શકે છે
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
