News of Wednesday, 22nd January 2025
સુરતમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો :વધુ ત્રણ નકલી ડોકટરો ઝડપાયા: ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા
બંગાળના રહેવાસીઓ નકલી ડોક્ટર હજીરાના મોરા ગામમાં ઝડપાયા:એન્ટિબાયોટિક દવા, ઇન્જેક્શન સહિત રૂ.13519નો સામાન મળી આવ્યો

સુરત બોગસ ડોક્ટરનું હબ બની ગયું છે.હાટડીઓ ખોલીને નકલી ડોક્ટર સારવાર કરી રહ્યા છે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા-સચિન તરફ વધુ ઝડપાયા છે. ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર 3ને ઝડપી લેવામાં આવ્યાં છે
હજીરાના મોરા ગામમાં 3 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જેમની પાસેથી એન્ટિબાયોટિક દવા, ઇન્જેક્શન સહિત રૂ.13519નો સામાન મળી આવ્યો છે. ત્રણેયની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર , ગોવિંદા પ્રોભાત હાલદાર અને રમેશ નકુલ મંડલ છે. ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા.
આ બોગસ ડોક્ટર પાસે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતાં હતાં. ખાસ કરીને શ્રમિક લોકો આવતા હતા. 30થી 60 રૂપિયા સુધીની ફી લેતા હતા.જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગતી હતી. આ પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલા આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
