News of Wednesday, 22nd January 2025
બનાસ નદી ઉપર બનાવેલો રેલવે બ્રિજ પણ તકલાદી : રેલવેના વિજિલન્સ રિપોર્ટમાં ખૂલાસો થતાં ખળભળાટ
બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાએ બનાવ્યો હતો બ્રિજ : બ્રિજની ડિઝાઇનમાં કરેલ છેડછાડ સાથે નબળાં બાંધકામથી બ્રિજની વજન કરવાની ક્ષમતા મૂળ હેતુથી ઓછી:આખે આખો બ્રિજ ગમે ત્યારે ધસી જાય

અમદાવાદમાં બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાએ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી ઉપર બનાવેલો રેલવે બ્રિજ પણ તકલાદી હોવાનો રેલવેના વિજિલન્સ રિપોર્ટમાં ખૂલાસો થતાં ખળભળાટ મચી ગયો છે
સને 2011માં પાટણ-ભીલડી રેલવે લાઇનનું કામ ચાલુ હોઇ ઉંબરી ગામે બનાસ નદીના પટમાં બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ વેસ્ટર્ન રેલવે દ્વારા અજય એન્જિ.-ઇન્ફ્રા પ્રા.લી નામની કંપનીને અપાયો હતો. જે કામ 2013માં પૂર્ણ કરાયું હતું. જેના 10 વર્ષ બાદ ઓગસ્ટ, 2023માં બનાસ નદીમાં પૂર આવતાં રેલવે બ્રિજ ઉપરથી દબાઇ ગયો હતો. જે બાદ મુંબઇ સ્થિત વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ બાદ એપ્રિલ 2024માં રેલવે બ્રિજના પિલ્લરોની જમીનની અંદર પાઇલ ખુલ્લી થઇ ગઈ હોવાથી જુદી જુદી 11 ખામીઓ દર્શાવાઇ હતી.
પાઇલના સેમ્પલમાં સામે આવેલી તમામ ક્ષતિઓનો મતલબ થાય છે કે, બ્રિજ નિર્માણમાં જરૂરિયાત કરતાં ઓછો સિમેન્ટ, સ્ટીલ અને કોંક્રિટનો ઉપયોગ કરાયો છે. જમીનની અંદર ઉતારેલા પાઇલ (બિંબ) ઓછા અને નબળાં મટિરિયલના કારણે વળી ગયા છે. બ્રિજની ડિઝાઇનમાં કરેલ છેડછાડ સાથે નબળાં બાંધકામથી બ્રિજની વજન કરવાની ક્ષમતા મૂળ હેતુથી ઓછી છે. જેના કારણે આખે આખો બ્રિજ ગમે ત્યારે ધસી જાય એટલે જોખમી કહેવાય
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
