News of Wednesday, 22nd January 2025
દિવાન બલ્લુભાઇ ટુર્નામેન્ટમાં હીરામણિ શાળા વિજેતા

રાજકોટઃ અમદાવાદ દિવાન બલ્લુભાઇ કપ અન્ડર-૧૯ (મલ્ટી-ડે) ક્રિકેટ ટુર્નામેન્ટની કવાર્ટર ફાઇનલમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી અને ૩૭.૪ ઓવર્સમાં ૧૦ વિકેટે ૮૭ રન કર્યા હતા. જેમાં નિહાલ પટેલે ૬.૪ ઓવરમાં ૧પ રન આપીને ૩ વિકેટ, રાજ રાઘવાનીએ ૯ ઓવરમાં ૧૯ રન આપીને ર વિકેટ અને રૂદ્ર પટેલે પ ઓવરમાં ૧૧ રન આપીને ર વિકેટ લીધી હતી.
હીરામણિ સ્કુલે ૬૮.૩ ઓવરમાં ૧૦ વિકેટ ૩ર૮ રન કર્યા હતાં. જેમાં હર્ષરાજ રાઠોડે ૧૬પ બોલમાં ૧પ૭ રન, ક્રિષ્ના પટેલે ૭૦ બોલમાં પપ રન અને રાજ રાઘવાનીએ ૩પ બોલમાં ૪૩ રન કર્યા હતા.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે બીજા દાવમાં ર૬ ઓવરમાં ૭ વિકેટે ૧પ૦ રન કર્યા હતાં. જેમાં રાજ રાઘવાનીએ ૮ ઓવરમાં પ૭ રન આપીને ૩ વિકેટ, સ્મિત દેસાઇએ ૧૦ ઓવરમાં ૩૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. આમ હીરામણિ સ્કુલ પ્રથમ દાવની સરસાઇને આધારે વિજેતા બની હતી. ટીમને અને કોચને સાંસદ-રાજયસભા(ગુજરાત) અને સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વરૂણ અમીન અને સંસ્થા સી.ઇ.ઓ. ભગવત અમીને અભિનંદન પાઠવ્યા હતા.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
