તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 22nd January 2025
કામરેજના વાવમાં હાર્ટ એટેકથી પોલીસ ભરતીના ઉમેદવારનું મોત
SRP ગ્રુપ 11ના પોલીસ ગ્રાઉન્ડમાં દોડ સમયે અચાનક યુવક ઢળી પડ્યો: મેડિકલ ટીમે યુવકને CPR આપી બચાવવાનો પણ પ્રયાસ કર્યો તેમ છતા બચાવી ના શક્યા

સુરત: કામરેજના વાવમાં હાર્ટ એટેકથી પોલીસ ભરતીના ઉમેદવારનું મોત થયુ છે. પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવેલ યુવકને એટેક આવ્યો હતો. SRP ગ્રુપ 11ના પોલીસ ગ્રાઉન્ડમાં દોડ સમયે અચાનક યુવક ઢળી પડ્યો. મેડિકલ ટીમે યુવકને CPR આપી બચાવવાનો પણ પ્રયાસ કર્યો. તેમ છતા તાપી જિલ્લાના 36 વર્ષીય ઉમેદવારનું મોત નીપજ્યું.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
