<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શિવાજી મહારાજની ઉભી પ્રતિમાને લઇને વિવાદ સર્જાયો

ભાજપના કાઉન્સિલરની વર્ષ 2022 થી રજૂઆત છતાં આજ દિન સુધી તેમની સમસ્યાનો કોઈ નિરાકરણ કે ઉકેલ નહીં આવતા તેમણે દુઃખની લાગણી વ્યક્ત કરી

છત્રપતિ શિવાજી મહારાજની ઉભી પ્રતિમા મુદ્દે ભાજપના કાઉન્સિલરની વર્ષ 2022 થી રજૂઆત છતાં આજ દિન સુધી તેમની સમસ્યાનો કોઈ નિરાકરણ કે ઉકેલ નહીં આવતા તેમણે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

વડોદરા મહાનગરપાલિકાની રાબેતા મુજબ મળતી સામાન્ય સભા મળી હતી. આ સભા મેયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળી હતી. પાલિકાની મળેલી આ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મનીષ પગાર દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઉભી પ્રતિમાને લઈને રજૂઆત કરી હતી. મુજમુડા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઉભી પ્રતિમા સ્થાપિત છે.

ભાજપના કાઉન્સિલર મનીષ પગાર અશ્વપર આરૂઢ મૂર્તિ સ્થાપિત કરવા વર્ષ 2022થી રજૂઆત કરી રહ્યા છે. વારંવારની રજૂઆત બાદ પણ પરિણામ નહીં મળતા આખરે મનીષ પગારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને સભામાં ઉગ્ર રજૂઆત પણ કરી હતી તેમનું કહેવું છે કે, છત્રપતિ શિવાજી મહારાજની નવી પ્રતિમાનો સંપૂર્ણ ખર્ચ ખાનગી સંસ્થા ઉઠાવવા માટે તૈયાર છે. જ્યારે બીજી તરફ હાલના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કાઉન્સિલર અને તે વખતના તત્કાલીન પૂર્વ મેયર કેયુર રોકડિયા અને આ બાબતે પૂછતા તેઓએ ચાલતી પકડી હતી અને કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. અને અંતે બે હાથ જોડી દીધા હતા

(12:54 PM IST)