<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રાજયમાં મગફળીનો ઉંચો ભાવ ઇડરમાં 1415 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 35 યાર્ડના ભાવ

ગુજરાતની 35 માર્કેટ યાર્ડમાં કુલ 1,949.35 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 35 માર્કેટ યાર્ડમાં કુલ 1,949.35 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ઇડર માર્કેટ યાર્ડમા 1415 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1210 રૂ. અને નીચો ભાવ 929 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1375 રૂ., વિજયનગરમાં 1356 રૂ., વ્યારામાં 1350 રૂ., તલોદમાં 1325 રૂ., મોડાસામાં 1280 રૂ., ગોંડલમાં 1186 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,949.35 ટન મગફળીની આવક થઇ છે.

(8:32 PM IST)