News of Thursday, 23rd January 2025
બિરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાં ઉચ્ચ કક્ષાની ભરતીમાં ST SC ઓબીસીની બાદબાકી મુદ્દે આવેદન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:બિરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી માં ઉચ્ચ કક્ષા ની ભરતી પાડવામાં આવી જેમાં ST SC OBC સમાજ માટે બાદબાકી કરવામાં આવી છે જેને અનુલક્ષીને તારીખ 23-1-2025ના રોજ નાંદોદ કોંગ્રેસ સમિતિ અને NSUI દ્વારા યુનિવર્સિટીના VC ને આવેદન આપી રજૂઆત કરવામાં આવી અને સરકાર સુધી વાત પોહચે અને ST SC OBC સમાજને પણ સરકાર દ્વારા નક્કી કરેલ અનામત કોટા મુજબ તક મળે તેવી રજૂઆત કરવામાં આવી
આવેદનમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય પી. ડી વસાવા નાંદોદ તાલુકાના કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ચંદ્રકાંતભાઈ તડવી રાજપીપળા શહેર કોંગ્રેસ માલવ બારોટ નર્મદા જિલ્લા યુથ કૉંગ્રેસ માજી પ્રમુખ વાસુદેવ વસાવા નાંદોદ તાલુકાના સેવાદળ પ્રમુખ પ્રતીકભાઈ પટેલ નર્મદા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી હમેશભાઇ વસાવા, NSUI જિલ્લા પ્રમુખ તેજસ તડવી, NSUI રાજપીપળા પ્રમુખ ઐયાઝ બલુચી નાંદોદ કોંગ્રેસ મંત્રી સૂર્જનભાઈ વસાવા નાંદોદ તાલુકા કોંગ્રેસ મંત્રી રાકેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
