તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Friday, 24th January 2025
હવે ઘરેથી જ ટેસ્ટ આપી લર્નિંગ લાઈસન્સ મેળવી શકાશે :RTO આપશે વધારાનો વિકલ્પ:કચેરી સુધી લોકોને લાંબા નહીં થવું પડે
ઘેરબેઠાં ટેસ્ટ આપવી છે કે કચેરીએ જઈને તેનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. એ પછી ટોકન જનરેટ થશે

અમદાવાદ સહિત રાજ્યભરની RTOમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઘેર બેઠાં ટેસ્ટ આપીને લર્નિંગ લાઈસન્સ મેળવી શકાશે. અરજદારને RTO જઈ ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે. બંને પ્રકારના લાઈસન્સ લેવામાં લોકોએ પહેલા અરજી કરવી પડશે.
RTOના અધિકારીએ જણાવ્યું કે, નવી સિસ્ટમ આવવાથી લોકોને સુવિધામાં વધારો થશે અને RTO કચેરી સુધી લોકોએ લાંબા થવું નહીં પડે. ટેસ્ટ માટે પરિવહન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જેમાં વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હાલમાં આઈટીઆઈમાંથી લર્નિંગ લાઈસન્સ નીકળે છે.
આ પ્રક્રિયા કરવી પડશે:અરજદારે લર્નિંગ લાઈસન્સ માટે RTOના પરિવહન પોર્ટલ પર અરજી કરવાની રહેશે:એ પછી પોર્ટલમાં બે વિકલ્પ જોવા મળશે. ઘેરબેઠાં ટેસ્ટ આપવી છે કે કચેરીએ જઈને તેનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. એ પછી ટોકન જનરેટ થશે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
