News of Friday, 24th January 2025
કોલ્ડપ્લે કૉન્સર્ટને લઈને બે દિવસ સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા રસ્તા પર વાહનોના પ્રવેશ પર રોક:પોલીસનું જાહેરનામું
મોટેરા જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતો માર્ગ પર વાહનોની અવરજવર બંધ રહેશે:તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા સુધીનો માર્ગ ખુલ્લો રખાશે :વિસત જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ સુધીનો વૈકલ્પિક રૂટ રહેશે.

અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ બ્રિટીશ બેન્ડ કોલ્ડ પ્લેની કોન્સર્ટ યોજાવા જઈ રહી છે. આ કૉન્સર્ટને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે અને તેમાં પોણા 2 લાખ દર્શકો આવે તેવી શક્યતા છે. એવામાં અમદાવાદ પોલીસ દ્વારા બે દિવસને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 25-26 જાન્યુઆરી દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી જતાં રસ્તા પર વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ, મોટેરા જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતો માર્ગ પર વાહનોની અવરજવર બંધ રહેશે. જો કે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા સુધીનો માર્ગ ખુલ્લો રાખવામાં આવશે. આ સાથે જ વિસત જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ સુધીનો વૈકલ્પિક રૂટ રહેશે.
કોલ્ડ પ્લેની કોન્સર્ટમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને દિલ્હી જેવા દેશના અલગ-અલગ શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવશે. જેથી પ્રેક્ષકોના ધસારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત કૉન્સર્ટ દરમિયાન દર 8 મિનિટે મેટ્રો મળી રહે તેમ રાતના સાડા 12 કલાક સુધી ટ્રેન દોડાવવામાં આવશે
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
