<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

કડીના કરણનગરથી બોરિસણાને જોડતો બ્રિજના સમારકામ વેળાએ અચાનક વચ્ચેનો બ્લોક તૂટ્યો

જર્જરિત બ્રિજને લોકોની અવર જવર માટે બંધ કરાયો હતો:3 દિવસથી બ્રિજનું સમારકામ ચાલુ હતું: બ્રિજ તૂટતા જેસીબી પણ કેનાલમાં ખાબક્યું

મહેસાણા જિલ્લાના કડીના કરણનગરથી બોરિસણાને જોડતો બ્રિજના સમારકામ દરમિયાન અચાનક વચ્ચેનો બ્લોક તૂટ્યો હતો. નર્મદાની મુખ્ય કેનાલ પરનો જર્જરિત બ્રિજ તૂટ્યો છે.  જર્જરિત બ્રિજને લોકોની અવર જવર માટે બંધ કરાયો હતો. 3 દિવસથી બ્રિજનું સમારકામ ચાલુ હતું. બ્રિજ તૂટતા જેસીબી પણ કેનાલમાં ખાબક્યું હતું

 આ દુર્ઘટનાને પગલે નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જીસીબીના ટાયરમાં પંચર પાડતા ડ્રાઈવર અને અન્ય લોકો ટાયર ખોલીને બ્રિજની બહાર નીકળી ગયા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી.

(9:10 PM IST)