તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 24th January 2025
રાજપીપલા રાજવંત પેલેસમા ચોરી કરનાર ૪ આરોપીના સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા
આરોપીઓ મહારાજા રઘુવીરસિંહ ગોહિલના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી લુંટારુ ટીમ બનાવી 3 મહિના સુધી ચોરી કરતા હતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા રાજવંત પેલેસમાં રાજાની પિસ્તોલ સહિત બેંકના ચેકની ચોરી કરનાર ચાર આરોપીઓના સેશન્સ કોર્ટે જામીન ના મંજુર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં મહારાજાની રોયલ પિસ્તોલ રાજવંત પેલેસમાંથી ચોરી કરી લઈ જનાર શકમંદ સામે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ કેસમાં પોલીસે પિસ્તોલ નંગ-1 કિમત રૂપિયા 3 લાખ તથા વાહન નંગ-3 કિમત રૂપિયા 6,80,000 તથા આરોપીઓ ની અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઇલ નંગ-5 કિમત રૂપિયા 60 હજાર મળી કુલ્લે રૂપિયા 10,40,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ ફરિયાદ બાદ રાજપીપળા પોલીસે તપાસને અંતે રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહ ગોહિલના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી ચોરી કરનાર મહારાજા રઘુવીરસિંહજીના કેરટેકર સંજય મધુકર રાજા સહિત એને આ ચોરીમાં સાથ આપનાર અરબાઝ ઉર્ફે અજ્જુ મનસુરખાન પઠાણ, રિઝવાન લિયાકત મલેક, મિત કલ્પેશ રાવલ તથા ફરહાન ઈકરામ હુસૈન રાઠોડને ઝડપી આ તમામ આરોપીઓને કોર્ટેમાં રજુ કરી 2 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. જે બાદ એમના જામીન માટે આરોપીઓના વકીલે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણીના અંતે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની દલીલોને ધ્યાનમાં રાખી જજ આર.ટી.પંચાલે અરબાઝ ઉર્ફે અજ્જુ મનસુરખાન પઠાણ, રિઝવાન લિયાકત મલેક, મિત કલ્પેશ રાવલ તથા ફરહાન ઈકરામ હુસૈન રાઠોડના જામીન ના મંજુર કર્યા છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
