<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

મુનકાપાડા ગામમાં પીવાના પાણી માટે વલખા મારતી મહિલાઓ, ઘર ઘર લાગેલા નળ શોભાના ગાઠિયા સમાન

અંદાજિત 150 ઘરોમાં પાણીના નળ કનેક્શન લાગી ગયા છે પરંતુ એકપણ ઘરના નળમાં પાણી આવતું નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવાગામપાનુડા પંચાયતના મુનકાપાડા ગામમાં પીવાના પાણી માટે વલખા મારતી મહિલાઓ અંદાજિત 150 ઘરોમાં પાણીના નળ કનેક્શન લાગી ગયા છે અને ગામના ભાગોળ સુધી પાણી પુરવઠા યોજના હેઠળ ગામમાં પાણી પણ પહોંચ્યું છે પરંતુ ઘરે ઘરે નળ મૂક્યા છે તેમાં પાણી જ નથી પહોંચતું જેના કારણે મહિલાઓએ બીજા ફળિયામાં બાલમંદિર પાસે આવેલી મીની જલધારામાંથી માથા પર બેડુ અને હાથમાં ડોલ લઈને પાણી ભરવા જવું પડે છે. આમ જ તમામ ઘરની મહિલાઓ અલગ અલગ જગ્યાએથી પાણી એકઠું કરીને પોતાના ઘર વપરાશ માટે લાવે છે જેને લઈને આખો દિવસ પાણી લાવવામાં જ સમય વીતી જાય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં ભારત વિકાસ યાત્રા નીકળી ચૂકી છે તો શું સરકાર આ રીતે ભારત વિકાસ કરશે..? વહીવટી તંત્રની ખૂબ જ મોટી બેદરકારીના કારણે આ ગામના મહિલાઓ હેરાન થઈ રહ્યા છે

(11:39 PM IST)