News of Sunday, 26th January 2025
આસારામે મજૂરી વગર પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ કર્યો !
પોલીસ આવે તે પહેલાં આસારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના:રોડ પર જ વાહનો પાર્ક કરાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ:આયોજકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા

આસારામને 12 વર્ષે જામીન મળ્યા છે. આ દરમિયાન જોધપુરની જેલમાંથી સારવારના જામીન લઈને અમદાવાદ આવેલા આસારામ શનિવારે સાંજે પાલનપુર લીલાશાહની કુટીયાના દર્શન કરવા આવ્યા હતાં. તેમણે પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ કર્યો હતો. જેને લઈને પોલીસ દોડતી થઈ છે.
કાર્યક્રમ સ્થળ પર પોલીસ આવે તે પહેલાં આસારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના થઈ ગયા હતા. રોડ પર જ વાહનો પાર્ક કરવામાં આવતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ આયોજકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
સગીર બાળકીઓ સાથે યૌન શોષણના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને 12 વર્ષમાં પ્રથમ વખત વચગાળાના જામીન મળ્યા છે. હાલ આસારામ સારવાર માટે જામીન પર છે. હાલમાં જોધપુર સ્થિત ખાનગી હોસ્પિટલમાં આયુર્વેદ સારવાર લઈ રહ્યો છે. મેડિકલ ગ્રાઉન્ડ પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે.
આસારામને 2013માં જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો સુરતની એક યુવતી દ્વારા આસારામ પર લગાવવામાં આવેલા દુષ્કર્મના આરોપ સાથે સંબંધિત હતો.આસારામ વિરુદ્ધ સગીર બાળકીના પરિવારે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપ્યો હતો.
આ ઘટના બાદ જોધપુરના મથાનિયા પોલીસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કેસની તપાસમાં 68 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને આસારામ સહિત 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે, શરૂઆતમાં 8 આરોપી હતા, પરંતુ તેમાંથી એક સરકારી સાક્ષી બન્યો હતો. આસારામને રાજસ્થાનમાં તેના આશ્રમમાં એક સગીરનું યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને કલમ 376 અને 377 હેઠળ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોધપુરની એક કોર્ટે તેને આ સજા સંભળાવી છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
