<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

કાયદામાં સમાનતા હોવી જોઈએ. અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે અલગ અલગ કાયદા અમલમાં છે: શક્તિસિંહ ગોહિલ

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે ગણતંત્ર દિવસની ઉજવણી:પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે, ધ્વજવંદન કરી કાર્યકરો સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે, ધ્વજવંદન કરી કાર્યકરો સાથે ગણતંત્ર દિવસની  ઉજવણી કરી હતી 

  આ પ્રસંગે શક્તિસિંહે ગોહિલે કહ્યું- બંધારણનો આર્ટિકલ 14 કહે છે કે કાયદામાં સમાનતા હોવી જોઈએ. અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે અલગ અલગ કાયદા અમલમાં છે. ભ્રષ્ટાચારી ભાજપમાં જાય તો તેની સામેના ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો પૂર્ણ થઈ જાય છે. કોઈનું ઘર તોડવું હોય તો એને પૂરતી તક આપવી જોઈએ. 

 સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નોટિસ આપ્યા વગર ઘર ના તોડી શકાય. આજે રોજે રોજ લોકોના ઘર પર બુલડોઝર ફરી રહ્યા છે, પરંતુ ઉદ્યોગપતિઓ સરકારી જમીનો પચાવીને બેઠા છે, એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.

(6:27 PM IST)