News of Sunday, 26th January 2025
અધિક્ષક એ.બી.પરમારના અધ્યક્ષ સ્થાને રાજપીપળા જીલ્લા જેલ ખાતે ૭૬મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:૨૬મી જાન્યુઆરી ૨૦૨૫, ૭૬ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજપીપળા જીલ્લા ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ ઉજવાયો હતો. રાજપીપળા જીલ્લા જેલના અધિક્ષક એ.બી.પરમારના અધ્યક્ષ સ્થાને ધ્વાજારોહણ કાર્યક્રમ રાજપીપળા જીલ્લા જેલના કર્મચારીઓ, પોલીસ સ્ટાફના કર્મચારીઓ, જેલ સ્ટાફ પરિવારજનો અને બંદિવાન ભાઇઓ સાથે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધિક્ષક એ.બી.પરમારનાઓએ બંદિવાન ભાઇઓ જલ્દીથી જેલ મુક્ત થઇ પોતાના સમાજમાં જઇ એક સારા નાગરિક બની દિર્ધાયુ જીવન વ્યતિત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ રાજપીપળા જીલ્લા જેલના કર્મચારીઓની સારી કામગીરીને ધ્યાને રાખી તેઓને પ્રોત્સાહીત કરવા માટે પ્રશાંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. તેમજ બંદિવાનોના પુન:વર્સન માટે બંદિવાનોને જેલમાં બેગ મેકિંગની તાલીમ મેળવેલ તેઓને પ્રમાણપત્ર આપ્યા તથા બંદિવાનો ભાઇઓએ આ પ્રસંગે સંગીત કાર્યક્રમમાં સંગીતના સુરથી દેશભક્તિના ગીતો રજુ કર્યા હતાં. તેમજ બંદિવાન ભાઇઓમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય અને ભાઇચારાની લાગણી ઉદભવે તે હેતુસર રાજપીપળા જીલ્લા જેલના સ્ટાફ કર્મચારીઓ અને બંદિવાનો વચ્ચે વોલીબોલ રમત રમાડવામાં આવેલ હતી.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
