News of Sunday, 26th January 2025
શ્રી મદ્દ રાજચંદ્ર વિદ્યામંદિર વવાણીયા શાળામાં સ્વ .ઉદયસિંહજી મનુભાબાપુ જાડેજાના સ્મરણાર્થે સ્મૃતિ શિલ્ડ અર્પણ કરાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : પ્રજાસતાક પર્વ પ્રસંગે વવાણીયા સ્કુલના પટાંગણમાં શાળામાં શિક્ષકગણ તેમજ ઉપસ્થિત અગ્રણીઓની હાજરીમા ધ્વજવંદન સહીત વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા.વિદ્યાર્થીઓ દ્વારા એક એકથી ચડિયાતા દેશદાજથી છલોછલ કાર્યક્રમો દ્વારા ઉપસ્થિત તમાનને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારે માદરે વતન વવાણીયા બાદ મોરબીને પણ પોતાની કર્મભૂમિ બનાવી ઉદ્યોગ જગતમાં આદરભર્યું સ્થાન મેળનાર સ્વ. ઉદયસિંહજી મનુભાબાપુ ( મોટાબાપુ )નો પરિવાર આજે પણ વવાણીયાને ભુલ્યો નથી વતનની માટીની ખુશ્બુ આજે પણ જેના શ્વાસોમાં મહેકી રહી છે અને જન્મભૂમિ પર યોજાતા કોઈપણ સામાજીક, સેવાકાર્યો, ધાર્મિક આયોજનો માં જેમનો હરહંમેશા તન, મન, ધનથી સહકાર મળે તેવા સ્વ.ઉદયસિંહજી મનુભાબાપુ જાડેજા (મોટાબાપુ) ના સ્મરણાર્થે, હસ્તે જાડેજા પરિવારના પુત્ર દિલુભા ઉદયસિંહજી જાડેજા (જયદિપ ગ્રુપ ઓફ કંપની મોરબી-વવાણીયા, તેમજ મેનેજિંગ ટ્રસ્ટીશ્રી,શ્રીમદ રાજચંદ્ર વિધ્યામંદિર-વવાણીયા) દ્વારા સમગ્ર ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિધ્યાર્થીઓને ગ્રામ્ય આગેવાનોના હસ્તે તેમજ જયદિપ ગ્રુપ કંપનીના સભ્યો દ્વારા સ્મૃતિ શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા તેમજ દ્દવજવંદન કરવામાં આવ્યું .તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયા હતા.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
