News of Sunday, 26th January 2025
ભાભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાજપ નેતાનું નિવેદન: કહ્યું- 'આજે અનામત માથાનો દુખાવો બની ગઈ
પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ સંબોધનમાં જણાવ્યું હતું કે, તૃષ્ટિકરણની નીતિ અને વૉટ બેંકની રાજનીતિના કારણે આજે આપણે અનામત હટાવી શક્યા નથી. જેના પરિણામે આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે

અમદાવાદ :સમગ્ર દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ ઠેર-ઠેર દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આયોજિત ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ભાજપના મહિલા નેતાએ અનામતને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.
હકીકતમાં બનાસકાંઠા જિલ્લાની ભાભર નગર પાલિકા દ્વારા અહીંના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાભરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તૃષ્ટિકરણની નીતિ અને વૉટ બેંકની રાજનીતિના કારણે આજે આપણે અનામત હટાવી શક્યા નથી. જેના પરિણામે આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે.
ભારતના એક નાગરિક તરીકે દેશની મિલકતને આપણી ગણીને તેનું જતન કરવાની આપણી ફરજ છે. માત્ર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીની ઉજવણી કરવી સાચી રાષ્ટ્રભક્તિ નથી. આપણે રગેરગની અંદર દેશભક્તિ હોવી જોઈએ. આજે એક મુઠ્ઠી જેવડું ઈઝરાયલ અનેક મુસ્લિમ દેશોને હંફાવી રહ્યું છે, જેનું મુખ્ય કારણ ઈઝરાયલી નાગરિકોમાં ભારોભાર ભરેલી રાષ્ટ્રભક્તિ છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
