News of Tuesday, 28th January 2025
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં મેટ્રોની બમણી કમાણી, બે દિવસમાં 4.05 લાખ મુસાફરો આવ્યા: 66 લાખથી વધુની કમાણી
અમદાવાદ મેટ્રો દ્વારા દરરોજની નિયમિત 313 મેટ્રો ટ્રેનની ટ્રીપ ઉપરાંત 25મીએ દિવસ દરમિયાન 93 વધારાની ટ્રેન જ્યારે 26મીએ 114 વધારાની ટ્રીપ દોડાવાઈ

અમદાવાદ :કોલ્ડપ્લેનું આયોજન મેટ્રો રેલને પણ ફળ્યું છે. 25 જાન્યુઆરીના રેકોર્ડ 2.13 લાખ જ્યારે 26 જાન્યુઆરીના 1.91 લાખ મુસાફરો નોંધાયા હતા. જેનાથી રૂપિયા 66 લાખથી વધુની આવક થઇ છે. અમદાવાદ મેટ્રો દ્વારા દરરોજની નિયમિત 313 મેટ્રો ટ્રેનની ટ્રીપ ઉપરાંત 25મીએ દિવસ દરમિયાન 93 વધારાની ટ્રેન જ્યારે 26મીએ 114 વધારાની ટ્રીપ દોડાવાઈ હતી.
મેટ્રોમાં એક જ દિવસમાં સૌથી વધુ મુસાફરો
તારીખમુસાફરોટ્રીપકારણ25 જાન્યુઆરી 20252,13,735406કોલ્ડપ્લે26 જાન્યુઆરી 20251,91,529427કોલ્ડપ્લે14 ઓક્ટોબર 20231,42,972383ભારત-પાક. મેચ19 નવેમ્બર 20231,37,801385વર્લ્ડકપ ફાઈનલ22 મે 20241,65,504439આઇપીએલ ફાઈનલ
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
