<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

વડોદરામાં સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ પડાવ્યા

ઇરાન જતું પાર્સલ ઇલિગલ મટિરિયલ હોવાથી અટક્યું છે કહી ઠગાઈ : ઠગે બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારાવી,લોન રિક્વેસ્ટ કરાવી,માતા નું એકાઉન્ટ જોઇન કરાવ્યું

વડોદરામાં ડિજિટલ એરેસ્ટના એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે આઇટી કંપનીમાં ફરજ  બજાવતા સોફ્ટવેર એન્જિનિયરને ડ્રગ્સના પાર્સલના નામે ધમકાવી ઓનલાઇન ઠગોએ રૃ.૫૬.૫૧ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં જ વડોદરામાં એક સિનિયર સિટિઝનને મની લોન્ડરિંગના નામે ધમકાવી ઠગોએ ૪૫ દિવસ ડિજિટલ એરેસ્ટ કરીને રૃ.૧.૫૯ કરોડ તેમજ અન્ય એક સિનિયર સિટિઝનને પાર્સલના નામે તેમજ સુપ્રીમની નોટિસના નામે ધમકાવી ૧મહિનો ડિજિટલ એરેસ્ટ કરીને  રૃ.૧.૨૧ કરોડ પડાવી લીધા હોવાના બે બનાવ બન્યા  હતા.જ્યારે તે પહેલાં પણ આ પ્રકારના બનાવો  બની ચૂક્યા છે.

શહેરના જૂના પાદરા રોડ પર આવેલી ટયુબ કંપનીની સામે રહેતા સોફ્ટવેર એન્જિનિયર અમિત પરીખને આવી જ રીતે ગઇ તા.ગઇ તા.૨૬મી નવેમ્બરે ૮૯૭.. નંબર થી શરૃ થતા મોબાઇલ પરથી કોલ આવ્યો હતો અને તેમાં ફ્રેડેક્ષ કુરિયરમાંથી  તમારું ઇરાન જતું પાર્સલ ઇલિગલ મટિરિયલ હોવાથી અટક્યું છે તેમ કહેતાં એન્જિનિયરે મેં કોઇ કુરિયર મોકલ્યું નથી તેમ કહ્યું હતું.

ફોન કરનારે ડીએસપી સાથે વાત કરો તેમ કહી કોલ ટ્રાન્સફર કર્યો હતો.ડીએસપીએ સ્કાઇપી પર વીડિયો કોલ કરવા કહ્યું હતું.જેથી યુવકે કોલ કરતાં ઠગે તમારા આધાર કાર્ડનો મીસયુઝ થયો છે,મુંબઇ આવવા રેડી છો..તેમ પૂછી સવાલો કર્યા હતા.તેણે ડો.તાકીર એહમદ સાથે શું કનેક્શન છે..તેમ પૂછી ધમકી આપી હતી.તેણે ડેબિટ કાર્ડ પણ  બતાવ્યા  હતા.જે યુવકે તેના નહિ હોવાનું કહ્યું હતું.આમ છતાં તેને વારંવાર ધમકાવી કોલ કટ નહિ કરવાની સૂચના આપી બેન્ક સ્ટેટમેન્ટ વંચાવી સર્વિસ રિક્વેસ્ટ મારફતે ટ્રાન્ઝેક્શનની લિમિટ  વધારી હતી.

ઠગોએ એન્જિનિયરની માતાનું એકાઉન્ટ પણ જોઇન્ટ કરાવ્યું હતું અને ત્યારબાદ આરબીઆઇ રિલિફ એકાઉન્ટમાં રૃ.૫૬.૫૧ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારપછી વીડિયોકોલ કટ થઇ ગયો હતો. આરબીઆઇમાંથી આ રકમ રિવર્ટ નહિ થતાં યુવકને ઠગાઇ થઇ હોવાનું જણાયું હતું અને સાયબર સેલને ફરિયાદ કરી હતી.

 

ઠગે બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારાવી,લોન રિક્વેસ્ટ કરાવી,માતા નું એકાઉન્ટ જોઇન કરાવ્યું

ડ્રગ્સના પાર્સલના કેસમાં તપાસ અધિકારી તરીકે સોફ્ટવેર એન્જિનિયરનું ઇન્ટ્રોગેશન કરનાર ડીએસપીએ પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો

(1:16 PM IST)