<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

સુરતના લીંબાયતમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ગોડાઉન સંપૂર્ણ બળીને ખાખ

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો: સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં

સુરતના લીંબાયત વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો. બીજી તરફ આગ પ્રસરી જતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હત. જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

મળતી માહિતી મુજબ સુરતના લીંબાયત સ્થિત ગોવિંદનગરમાં કાપડ-કાગળનું ભંગારનું ગોડાઉન આવેલું છે જેમાં રાત્રીના સમયે આગ ભભૂકી ઉઠી હતી. આગ પ્રસરી જતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. આ બનાવને લઈને ત્યાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

સબ ફાયર ઓફિસર રોહિતભાઈ ખલાસીએ જણાવ્યું હતું કે લીંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન આવેલું છે તેમાં આગ લાગી હતી અને આગ દૂર સુધી દેખાતી હતી. 4 ગેટની 7થી ૮ જેટલી ફાયરની ગાડીઓ અહી પહોંચી હતી. ટૂંક સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આજુબાજુ જે ખાતાઓ હતા તેને બચાવી લીધા હતા. ગોડાઉન સંપૂર્ણ પણે નષ્ટ ગયું હતું. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ના હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

(1:48 PM IST)