<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

અમદાવાદનાં વાસણામાં 500 રૂપિયાની નોટને મામલે ઝઘડા બાદ મિત્રએ જ મિત્રને મારી નાંખ્યો

પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

અમદાવાદમાં રૂ 500ની ચલણી નોટના લીધે હત્યા થઈ છે. નોટને લઈને મિત્રો વચ્ચે થયેલા ઝઘડા બાદ યુવકની હત્યા કરવામાં આવી છે. બે મિત્રોએ છરીના ઘા ઝીકીને મિત્રની હત્યા કરી છે. વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આરોપી સૂરજ ઉર્ફે ઈન્ડો રાવળ જેણે પોતાના મિત્ર જીગ્નેશ ઉર્ફે જીગો પરમારને છરીના ઘા ઝીકીને હત્યા કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો 20 જાન્યુઆરીના રોજ બપોરના સમયે મૃતક જીગ્નેશ પરમાર પોતાના ચાર મિત્રો ઋત્વિઝ ગહેલોત, અજય ઠક્કર, સંજય ઉર્ફે સંજયો રબારી અને સૂરજ રાવળ વાસણાના દેવાશ ચાર રસ્તા નજીક કન્સ્ટ્રકશન સાઇટ પર બેઠા હતા.ત્યારે સૂરજ રાવળની રૂ 500 ની નોટ મળતી ન હતી.

સૂરજે મૃતક પાસે રૂ 500ની નોટ માંગી હતી. પરંતુ મૃતકે સંજય રબારીએ નોટ લીધી હોવાનું કહ્યું હતું. જેથી આરોપીએ બધા ના ખિસ્સા તપાસ કર્યા તો જીગ્નેશના ખિસ્સામાંથી નોટ આવી હતી. જેથી ત્રણેય મિત્રો વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડો ઉગ્ર થતા આરોપી સૂરજ અને સંજયએ છરીના ઘા ઝીકીને જીગ્નેશની હત્યા કરી દીધી હતી. આ ઘટનાની જાણ ઋત્વિઝ ગહેલોતએ મૃતકના પરિવારને કરી હતી. વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સૂરજ રાવળની ધરપકડ કરી છે

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જીગ્નેશ પરમાર અને આરોપી સૂરજ રાવળ તેમજ સંજય રબારી મિત્રો હતા. તેઓની વચ્ચે અવાર નવાર મજાક મસ્તી થતી રહેતી હતી. ઘટનાની બપોરે પાંચ મિત્રો વાતો કરવા મળ્યા હતા ત્યારે રૂ 500ની નોટના કારણે મજાક મસ્તીએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું છે. અને મિત્રોએ જ પોતાના મિત્રની હત્યા કરી દીધી હતી. પકડાયેલ આરોપી સૂરજ ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેની વિરુદ્ધ અગાઉ હત્યાના પ્રયાસ, મારામારી અને પ્રોહીબિશનના ગુના નોંધાયા છે. આ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર સંજય રબારી હજુ ફરાર છે.જેથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે

વાસણા પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ હત્યા ફક્ત રૂ 500ની નોટને લઈને થયેલા ઝઘડાની અદાવતમાં જ થઈ છે કે અન્ય કોઈ કારણ છે જેને લઈને પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

(2:19 PM IST)