<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

દેશભરમાં રેકોર્ડ સ્‍થાપિત કરનાર અમદાવાદની ઇવેન્‍ટમાં અદભુત સુરક્ષા વ્‍યવસ્‍થા

પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, જોઇન્‍ટ સીપી નીરજ બડ ગુજ્જર, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, સેકટર વડા જયપાલસિહ રાઠોડના માર્ગદર્શન નીચેની ટીમ પર ગૃહમંત્રી આફ્રિન :લાખોની મેદની છતાં ફૂલપ્રૂફ સુરક્ષા...અફલાતૂન ટ્રાફિક મેનેજમેન્‍ટ..રથ યાત્રા જેવો કાબીલેદાદ સુરક્ષાની દિલ્‍હી સુધી નોંધ લેવામાં આવી

રાજકોટ તા. વિશ્વભરની યુવા પેઢી જેમની દિવાની છે અને જેના લાઇવ શોમાં લાખો લોકોની.મેદની ઉમટે છે તેવા બ્રિટિશ રોક બેન્‍ડનાં અમદાવાદમાં અનોખો વિક્રમ સ્‍થાપ્‍યો અને ભારતમાં ૧.૩૪ લાખ લોકોએ ટિકિટ ખરીદી કોન્‍સર્ટનો આનંદ માણ્‍યો .દેશના ઇતિહાસમાં બનેલી આ નવતર ઘટના માટે પોલીસ બંદોબસ્‍ત અને તેનું ટ્રાફિક મેનેજમેન્‍ટ કસોટી રૂપ હતી, પરંતું પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, જોઇન્‍ટ સીપી નીરજ બડ ગુજર, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ અને સેકટર વડા જયપાલસિહ રાઠોડ સહિતના સિનિયર આઇપીએસ અધિકારીઓના માર્ગદર્શનમાં કાબિલે દાદ વ્‍યવસ્‍થા ગોઠવી હતી. જેની નોંધ ખુદ ગ્રહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા હર્ષભેર લેવામાં આવી છે. અને સીપી સહિતની ટીમ પર સતત અભિનદન વર્ષા વર્ષી રહી છે.                       

અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા પછી ખૂબ મોટો ઇવેન્‍ટ હતી જે સુરક્ષા દૃષ્ટિએ ખૂબ મહત્‍વની હતી, ઓન લાઇન તુરંત ટિકિટ ખપી ગયેલ , હોટલો ફૂલ હતી, રાજ્‍યના વિવિધ ભાગોમાંથી લોકો અમદાવાદઃ આવેલ. પીવાની ટેવવાળા પણ કાર્યક્રમમાં આવેલ પણ તેમને પણ કંટ્રોલ કરી લેવામાં આવેલ.

(4:06 PM IST)