News of Tuesday, 28th January 2025
એસ ટી નિગમના કર્મચારીઓને ખુશખબર : મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો:હવેથી 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં એસ ટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

અમદાવાદ :રાજ્યમાં એસ ટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવા નિર્ણય લેવામાં આવેલ છે.
આ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચુકવણી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ. ટી નિગમના કર્મચારીઓને મળવા પામશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે તેમ મંત્રી હર્ષ સંઘવીએ X પર ટ્વીટ કરી માહિતી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મોંઘવારી ભથ્થો કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે અને કેટલીક સ્પષ્ટતા સાથે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ પરિપત્ર બહાર પાડશે. આ ભથ્થાના વધારાની જાહેરાત થતાં એસ ટી નિગમ કર્મીઓમાં ખુશી જોવા મળી રહી છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
