News of Tuesday, 28th January 2025
અમદાવાદના યુવકે સુરતના પલસાણાના બારસાડી ગામે પોલીસ કર્મી પર તલવારથી કર્યો હુમલો
પ્રેમિકાએ મળવાનું ના કહેતા ખુલ્લી તલવાર લઇ ગામમા મચાવ્યો આતંક

સુરતના પલસાણા તાલુકાના બારસડી ગામે પોલીસ પર હુમલો કરવાનો બનાવ બન્યો છે. પલસાણાની ગાંગધરા આઉટ પોસ્ટના પોલીસકર્મી પર તલવારથી હુમલો કર્યો છે. અમદાવાદનો યુવક પલસાણાના બારસડી ગામે પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો પ્રેમિકાએ મળવાનું ના કહેતા ખુલ્લી તલવાર લઇ ગામમા આતંક મચાવ્યો હતો
ગ્રામજનોએ 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવતા યુવકે પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો . પોલીસ કર્મી નિકેત પટેલને માથામાં ગંભીર ઇજા થવા પામી હતી. સારવાર અર્થે પોલીસ કર્મીને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ દાખલ કરાયો છે. પોલીસ પર હુમલો કરનાર યુવકની અટકાયત કરી છે
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
