<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

વડોદરા મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યુ ડ્રાફ્ટ બજેટ : સફાઈ વેરો બમણો કરવા – 200 કરોડના બોન્ડ ખરીદવા દરખાસ્ત

અલકાપુરીથી ડેરીડેનથી કાલાઘોડા થઈ જેલ રોડ સુધી 300 કરોડના ખર્ચે પાલિકા બ્રિજ બનાવશે. CNG ના નવા ગેસ સ્ટેશન સ્થાપવામાં આવશે, વર્કિંગ મહિલાઓ માટે હોસ્ટેલનું આયોજન

 

વડોદરા મહાનગરપાલિકાનુ નાણાકીય વર્ષ 2025-2026 માટે, 6200.56 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર મ્યુ. કમિશનરે રજૂ કર્યું છે. આ બજેટમાં સફાઈ વેરો બમણો કરવાની દરખાસ્ત કરાઈ છે. તો 200 કરોડના બોન્ડ ખરીદવાની પણ દરખાસ્ત છે. 

 વડોદરા શહેરના બજેટ અંગે લોકો પાસેથી માંગેલા સુચનો બાદ, 1982 સૂચનો આવ્યા છે. જેમાંથી મોટાભાગના સુચનનો બજેટમાં સમાવેશ કરાયો હોવાનું મ્યુ. કમિશનરે જણાવ્યું છે. અલકાપુરીથી ડેરીડેનથી કાલાઘોડા થઈ જેલ રોડ સુધી 300 કરોડના ખર્ચે પાલિકા બ્રિજ બનાવશે. CNG ના નવા ગેસ સ્ટેશન સ્થાપવામાં આવશે, વર્કિંગ મહિલાઓ માટે હોસ્ટેલનું આયોજન કરાયું છે


 

(9:03 PM IST)