<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

રાજપીપળા પંચવટી સોસાયટીમાં આવેલા સિટી સિવિક સેન્ટર પર આધારકાર્ડ અપડેટની કામગીરી શરૂ થઈ

રાજપીપળા નગરપાલિકા હસ્તક કાર્યરત સિટી સિવિક સેન્ટર પર આધાર સેન્ટર કાર્યરત થતાં લાંબી લાઈનોમાં ઉભા રહેતા લોકોને રાહત મળશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સરકારે હાલમાં આધારકાર્ડ અને જન્મના દાખલ માટેના નવા નિયમો લાગુ કરતાં નગરપાલિકા અને આધાર કેન્દ્રો ઉપર અપડેટ માટે લાંબી લાઈનો લાગે છે જેમાં આધાર અપડેટ માટે રાજપીપળામાં અમુક કેન્દ્ર કાર્યરત હોવા છતાં ત્યાં પડતી મોટી લાઈનોમાં સવારથી લોકો કામધંધો છોડી ઊભા રહેતા હતા, માટે રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાની સૂચનાથી હવે રાજપીપળા કોલેજ સામે આવેલા મહાદેવ મંદિરની પાછળની પંચવટી સોસાયટીમાં કાર્યરત સિટી સિવિક સેન્ટર ઉપર આધાર અપડેટની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેનો હાલમાં લોકો લાભ લઈ રહ્યા છે અને જે લોકો આ સેન્ટરથી અજાણ છે તેઓ પણ લાભ લઇ પોતાના આધારકાર્ડ અપડેટ કરાવી શકે છે.

(11:44 PM IST)