News of Tuesday, 28th January 2025
લગ્ન રજીસ્ટર પર મારવામાં આવતી એગ્રીમેન્ટ સ્ટેમ્પ માં નર્મદા જિલ્લા માં ચાલતી લૂંટ
૧૦૦ રૂપિયા ચાર ટિકિટ લગ્ન રજીસ્ટર કરવામાં આવતા એગ્રીમેન્ટમાં મારવાની હોય એ ચાર ટિકિટના ૪૦૦ના બદલે ૫૦૦ રૂપિયા લેવાઈ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં કેટલાક સ્ટેમ્પ વેન્ડર દ્વારા લૂંટ ચલાવાતી હોવાની વાત સામે આવી છે જેમાં ખાસ કરીને લગ્ન રજીસ્ટર કરવા માટે લગાડવામાં આવતી ટિકિટમાં ભારે લૂંટ ચાલી રહી છે
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં જૉ કોઈ લગ્ન રજીસ્ટર કરવા જાય ત્યારે લગ્ન માટે જરૂરી તમામ દસ્તાવેજો તો આપવા પડતા હોય પરંતુ લગ્ન રજીસ્ટર કરતી વેળા મારવામાં અવતી એગ્રીમેન્ટ સ્ટેમ્પ જે એક ટિકિટ ૧૦૦ રૂપિયા ની હોય કુલ ચાર ટિકિટ મારવાની હોય છે જે ૪૦૦ રૂપિયા ની થાય પરંતુ આ ચાર ટિકિટના સ્ટેમ્પ વેન્ડર રૂપિયા ૫૦૦ લઈ આપે છે તો ચાર ટિકિટ ઉપર સુધી ૧૦૦ રૂપિયા વધારી લૂંટ કરવામાં આવે છે, સ્વાભાવિક છે કે સ્ટેમ્પ વેન્ડર પોતાનાં રૂપિયાનું રોકાણ કરતા હોવાથી અમુક નફો લે પરંતુ સીધા ૧૦૦ રૂપિયા ચાર ટિકિટ પર વધારો વ્યાજબી નથી માટે રાજપીપળા મામલતદાર કચેરી પાસે અને અન્ય ઠેકાણે કામ કરતા સ્ટેમ્પ વેન્ડરો પૈકી કેટલાક લૂંટ કરતા હોવાની વાત સામે આવી છે તો આવા લોકો ને કોણ અટકાવશે..? અને જરૂરિયાતમંદ ને લૂંટાતા કોણ બચાવશે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
