News of Wednesday, 29th January 2025
વરખડ ગામના ૨ વ્યક્તિઓને ચેક રીર્ટન કેસમાં ૧,૧ વર્ષની સજા સાથે રૂા.૫ અને ૧૦ લાખ વળતર ચૂકવવા કોર્ટનો હુકમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ફરીયાદ કરનાર પટેલ અશોકભાઈ અરવિંદભાઈ સાથે દિલીપ રમણભાઈ પટેલને મિત્રતાના સંબંદ્યોના નાતે આકસ્મિક સંજોગોમાં નાણાંની જરૂર પડતા દિલીપ પટેલ એ અશોક પટેલ પાસે હાથ ઊછીના રૂા.૫,૦૦,૦૦૦/- અંકે (પાંચ લાખ પુરા)ની માંગણી કરેલી અને જણાવેલ કે “થોડા દિવસમાં તમારા પૈસા પરત કરી દઇશ પરંતુ ઘણો સમય હોવા છતા ઊછીના લીધેલ રકમ આપેલ નહી. જેથી વારંવાર ઊઘરાણી બાદ ઉપરોક્ત રૂપિયાના અવેજ પેટે એક્સીસ બેંક, રાજપીપલા શાખાનો તા.૧૦/૦૭/૧૯ ના રોજ ચુકવણી પાત્ર થતો ફરીયાદીના નામનો ચેક આપેલો, આ ચેક તેમના ખાતામાં તા.૧૧/૭/૨૦૧૯ના રોજ વટાવવા જતા ચેક દિલીપભાઈ ના ખાતામાં નાણાં નો અભાવ હોવાથી ' ફંડ ઈનશફીસીયંટ ' ના શેરાથી પરત ફરેલ જેથી અશોકભાઈ એ તા.૦૫/૦૮/૨૦૧૯નાં રોજ એડવોકેટ જીતેન્દ્રસિંહ જે ગોહીલ મારફતે નોટીસ મોકલી આ ચેકના નાણાં દિન-૧૫ માં ચુકવી આપવા માટે જાણ કરેલી. જે નોટીસ મળ્યા બાદ તેનો જવાબ પણ નહી આપતા અશોક પટેલ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ નામદાર એડી.ચીફ ખાંટ સાહેબની કોર્ટમાં ચાલી જતા જેમાં ફરીયાદી તર્ફે વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે જરૂરી દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી નેગો. એક્ટની કલમ ૧૩૮ મુજબ કસુરવાર ઠેરવી ૧ વર્ષની સજા તથા રૂા.૫,૦૦,૦૦૦/-ફરીયાદીને વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો હતો.
જ્યારે બીજા કેસ માં વરખડ ગામના જ જીગ્નેશભાઈ રમણભાઈ પટેલે પણ પટેલ અશોકભાઈ અરવિંદભાઈ સાથે મિત્રતા ના સંબંધ માં હાથ ઉછીના રૂ. ૧૦ લાખ લીધા ત્યારબાદ ચેક આપ્યો જે રિટર્ન થયા બાદ અશોક પટેલે નોટિસ મોકલી છતાં રૂપિયા નહી આપતા આખરે કેસ કર્યો જે કેસ એડી. ચીફ ખાંટ સાહેબની કોર્ટમાં ચાલી જતા અશોક પટેલ ના વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે કોર્ટ માં દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી નેગો. એક્ટની કલમ ૧૩૮ મુજબ જીગ્નેશ પટેલ ને કસુરવાર ઠેરવી ૧ વર્ષની સજા તથા રૂા.૧૦,૦૦,૦૦૦/- અશોક પટેલ ને વળતર તરીકે ચુકવવાનો હુકમ કરતા ચેક આપનારોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
