<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

શ્રી આર એમ કોમર્સ કોલેજ રાજપીપળા દ્વારા ચિત્રાવાડી ગામમાં NSS ની વાર્ષિક શિબિર નું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:શ્રી આર એમ કોમર્સ કોલેજ રાજપીપળા દ્વારા આયોજિત NSSની વાર્ષિક શિબિર તારીખ 27/01/25થી 02/02/25 સુધી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામમાં આયોજન થયું છે.

  વાર્ષિક શિબિરનું આયોજન કોલેજના આચાર્ય અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.હિતેશ ગાંધી સાહેબના માર્ગદર્શન હેઠળ કોલેજના એનએસએસના સહયોગી પ્રોગ્રામ ઓફિસર પ્રા હીનાબેન માજી તથા પ્રા ક્રિષ્નાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. શિબિરના પ્રથમ દિવસની શરૂઆત  ચિત્રાવાડી ગામે પ્રસ્થાન કરીને કરવામાં આવી હતી.
   શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપલા દ્વારા વાર્ષિક શિબિરના પ્રથમ દિવસના કાર્યક્રમની શુભ શરૂઆતની ઉદ્ઘાટન બેઠક ચિત્રાવાડી ગામના પ્રાથમિક શાળાના પ્રાંગણમાં કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોને આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાન તરીકે શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળના પ્રમુખ પીડી વસાવા, બિરસા મુંડા યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના પ્રાચાર્ય બારડ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ચિત્રાવાડી ગામના મુખ્ય આગેવાન રજનીભાઈ તથા નીલંબરી બહેન ગામના સરપંચ વસાવા કિરીટભાઈ તથા ગામના તલાટી ક્રિષ્નાબહેન પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ ઉપરાંત કોલેજના તમામ પ્રધ્યાપકો અને ગ્રામજનો તથા વિદ્યાર્થી મિત્રોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત એન એસ એસ સ્વંય સેવિકા બહેનો પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શ્રી આર.એમ કોમર્સ કોલેજના પ્રાચાર્ય ડો.હિતેશ ગાંધી સાહેબ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે તેઓએ એનએસએસની કાર્ય શિબિર વિશેની વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ શિબિરના મુખ્ય મહેમાન શ્રીઓનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહેમાનઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ દ્વારા એનએસએસના સ્વયંસેવકોનો ઉત્સાહ અને માર્ગદર્શન વધારવા તેમજ વાર્ષિક શિબિર ને સફળ બનાવવા માટેના આશીર્વચનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમના અંતિમ પાડવામાં મહેમાનો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર પ્રા.ક્રિષ્ના પટેલ દ્વારા વ્યક્ત કરી રાષ્ટ્રગીત નું ગાન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમનુ સંચાલન પ્રા.હિના માલી દ્વારા કરવામાં આવ્યુ હતુ

(12:15 AM IST)