<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ત્રણ વર્ષથી અનડિટેક્ટ રહેલ ચોરીના ગુનાને ડિટેક્ટ કરી આરોપી ઝડપી પાડતી ડેડીયાપાડા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ ડેડીયાપાડા પો.સ્ટે. ખાતેના ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓને તથા જીલ્લાના પો.સ્ટે.ના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા તેમજ અનડીટેક્ટ રહેલ ગુનાઓને ડિટેક્ટ કરવા તેમજ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં રહેતા હોય તેવા તમામ આરોપીઓને શોધી કાઢવા અને પરીણામલક્ષી કામગીરી કરવા કડક સુચના આપેલ જે અનુસંધાને લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.જે. પંડયા, પોલીસ ઇન્સ્પેકટર, નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને ચોક્કસ બાતમી મેળવી ડેડીયાપાડા પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપી કે જે છેલ્લા ત્રણ વર્ષથી અનડીટેક્ટ રહેવા પામેલ હોય જેથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ ઉપરોક્ત ગુનાના કામે જરૂરી તપાસ કરી પોતાના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે, ચોરીમા ગયેલ હોન્ડા કંપનીની સી.બી.સાઇન મો.સા.નં.GJ-22-L-6524 ની દિલવરસિંગ ઉર્ફે કુવર્યા અહમદભાઇ વસાવા (રહે.કરતાલ તા.ડેડીયાપાડા જી. નર્મદા) નાઓએ ચોરી કરેલ હોય જે હકીકત ના આધારે તેના રહેણાક ઘરે જઇ તપાસ કરતા આરોપી ઘરે મળી આવતા જરૂરી પુછ-પરછ કરતા આરોપી ઉપરોક્ત ગુનો પોતે કરેલાની કબુલાત કરતા તેને ડેડીયાપાડા પો.સ્ટે. ખાતે લઈ આવી આ ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(12:21 AM IST)