News of Wednesday, 29th January 2025
રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ અંતર્ગત સુરવા ટોલનાકા ખાતે મફત આંખ તપાસણી કેમ્પ સાથે ચશ્મા વિતરણ
જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઇવે ઉપર ચાલતા વાહન ચાલકોની મફત આંખની ચકાસણી કરી ચશ્માનું વિતરણ તેમજ આંખના ટીપાનું વિતરણ કરાયું

( ભરત શાહ દ્વારા )નર્મદા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ૩૫મો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અનુસંધાને ટ્રાફિક જન જાગ્રુતિના પ્રોગ્રામો જુદી-જુદી જગ્યાએ કરવાની સુચના મળતા નર્મદા જીલ્લામાં તા.૨૭/૦૧/ ૨૦૨૫ ના રોજ તિલકવાડા પો.સ્ટે. ના સુરવા ટોલનાકા ખાતે મફત આંખ તપાસણી કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં ડો.તેજસ જોશી (આંખ રોગના નિષ્ણાંત) તેમજ આર.ટી.ઓ નર્મદાના અધિકારીઓ તથા જીલ્લા ટ્રાફિક શાખા, નર્મદાના PSI એસ.એસ.મિશ્રા તેમજ પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા, જેમાં જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઇવે ઉપર ચાલતા હેવી વાહનો, લાઇટ વાહનો તેમજ મો.સા વિગેરે વાહન ચાલકોની મફત આંખની ચકાસણી કરી ચશ્માનું વિતરણ તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું.
વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી, સાથે ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તે રીતેની માહિતી આપી બીજા લોકોને પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા તમામને અપીલ કરવામાં આવી, તથા ગુડ સમરીટન એવોર્ડ માટેની સમજ કરી ટ્રાફિકને લગત પેમ્પેલ્ટની વહેચણી કરવામાં આવી, આમ નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા તેમજ બહુમુલ્ય માનવ જીવન બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
