તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 29th January 2025
અમદાવાદના ફ્લાવર શોના છોડને હવે લોકો ખરીદી શકશે, જાણો તેની કિંમત અને ક્યાથી ખરીદી શકાશે
વેચાણ 31 જાન્યુઆરી સુધી સવારે 9થી બપોરે 1 અને બપોરે 2થી સાંજે 6 સુધી કોર્પોરેશનની 5 નર્સરીમાં ચાલુ રહેશે

અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાની 5 નર્સરીમાંથી લોકો આ છોડ ખરીદી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વેચાણ 31 જાન્યુઆરી સુધી સવારે 9થી બપોરે 1 અને બપોરે 2થી સાંજે 6 સુધી કોર્પોરેશનની 5 નર્સરીમાં ચાલુ રહેશે. 24 દિવસ ચાલેલા ફ્લાવર શોની 13 લાખ લોકોએ મુલાકાત કરી હતી. AMC એ વેચાણમાં મુકેલા રોપા 1થી માંડી 1 હજાર સુધી ખરીદી શકાશે. ફૂલની જાત મુજબ ભાવ નક્કી કરાયા છે.
ડાયન્થસ
પેન્સિલના છોતરા જેવા હોય છે. પાંખડીનો આકાર, રંગોનું મિશ્રણ એવું કે, રંગબેરંગી પેન્સિલ શાર્પનરથી શાર્પ કરી હોય. જેની કિંમત રુપિયા 80 છે.
ગજાનિયા
આ ફૂલ પ્રકાશ સંવેદનશીલ છે માટે તેનું નામ ઓફિસ ટાઇમ છે. સવારે 9 વાગ્યે સૂર્યપ્રકાશ વધવાનો શરુ થાય ત્યારે આ ફૂલ ખીલે છે, સાંજે 5 વાગ્યે સૂર્ય આથમવાનો શરુ થાય ત્યારે બંધ થવા લાગે છે. જેની કિંમત રુપિયા 10 રુપિયા છે.
સેલોસિયા
આ ફૂલ કુકડાની કલગી જેવા છે. ડાળીને બદલે સ્ટેમના મથાળે ઉગે છે. દૂરથી જોઇએ તો સેંકડો કૂકડા ઉભા હોય તેવું લાગે છે. જેની કિંમત રુપિયા 10 છે.
વેચાણ માટે મુકવામાં આવેલ છોડની કિંમત
વિન્કા, કેલેન્ડ્રુલા, સેવંતી - ભાવ 10 રુપિયા
ઓર્નામેન્ટલ કેલ - ભાવ 20 રુપિયા
પિટુનિયા - ભાવ 20 રુપિયા
કેલેન્ચો - ભાવ 20 રુપિયા
ગ્રીન રોડ અલ્ટરનેન્થરા - ભાવ 235 રુપિયા
જાણો ક્યાથી ખરીદી શકાશે
રસાલા નર્સરી - લોગાર્ડન
નિકોલ નર્સરી- નિકોલ
સૌરભ નર્સરી - નારણપુરા
વિશ્વર્મા નર્સરી - ચાંદખેડા
સાયન્સ સિટી નર્સરી - સાયન્સ સિટી
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
