તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 29th January 2025
એસટી કર્મચારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય : મોંઘવારીમાં ૪ ટકાનો વધારો

અમદાવાદ, તા. ર૯: રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાના વધારા સાથે ૫૦ ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચુકવણી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે લીધેલા આ નિર્ણયને કારણે એસ.ટી. નિગમના કર્મચારીઓને ૧૨૫ કરોડથી વધુનો લાભ મળશે અને આગામી ટૂંક સમયમાં જ સરકાર દ્વારા આ મુદ્દે વિગતવાર આદેશો જારી કરવામાં આવશે. સમગ્ર મામલે ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લોકોને જાણકારી આપવામાં આવી છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
