News of Wednesday, 29th January 2025
મોજ શોખ માટે બોયફ્રેન્ડ સાથે મળી સગીરાએ પોતાના જ ઘરમાં ચોરી કરી: બંનેની ધરપકડ
-પિતાએ સાવકી દીકરી અને તેના બોયફ્રેન્ડ સામે બોપલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં 15 વર્ષની ફરિયાદીની સાવકી દીકરીએ પોતાના બોયફ્રેંડ ઋતુરાજ ચાવડા (20 વર્ષ) સાથે મોજ શોખ પૂરો કરવા માટે પોતાના ઘરમાં જ ચોરી કરી. સગીરા બોયફ્રેન્ડ સાથે મળી બહાર હરવા ફરવા અને મોજ શોખ કરવા માટે ઘરમાંથી આખે આખા લૉકરની જ ચોરી કરી હતી. જેમાં ફરિયાદીના લાયસન્સ ધરાવતા હથિયારના કારતુસ, પાસપોર્ટ , જ્વેલરી,અને સવા લાખ રોકડ પણ હતી. અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી
આ ઘટનાને સાવકી દીકરીએ બોયફ્રેન્ડ સાથે મળી સેટેમ્બરના મહિનામાં ચોરીની ઘટના અંજામ આપ્યો હતો. ઘટનાને લઈ પિતાએ પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ જવાબના આપતા છેલ્લે પિતાએ પોલીસનો સહારો લીધો હતો અને સાવકી દીકરી અને તેના બોયફ્રેન્ડ સામે બોપલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. સમગ્ર કાવતરું ઘડવા માટે કાયદાના સંઘર્ષમાં આવતી સગીરા અને ઋતુરાજ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરવા માટે તજવીજ હાથ ધરી છે
પોલીસના જણાવ્યા પ્રમાણે, સગીરાએ પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનું જાણીને તેનો પરિવાર ભાંગી પડ્યો. કિશોરીએ સેટેમ્બરમાં બોયફ્રેંડ સાથે મોજ શોખ કરવા રૂપિયાની ચોરી કરી હતી. કિશોરીના પિતા ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બોપલ વિસ્તારમાં રહે છે આ ઘટનામાં બોપલ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવતી સગીરા અને આરોપી ઋતુરાજ ચાવડા ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરવા માટે તજવીજ હાથ ધરી છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
