<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ ગઢવીનું 70 વર્ષની વયે અવસાન: ગુજરાતી કલા જગતમાં શોક : જુઓ વિડીયો

રાજભા ગઢવીને પિતા પાસેથી જ લોકસાહિત્યનો વારસો મળ્યો હતો :આલસુરભાઇ ગીરના જંગલમાં આવેલા લીલાપાણીમાં નેસમાં રહેતાં હતા અને પશુપાલનનું કામ કરતા હતા

અમદાવાદ : ગુજરાતના  જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું 70 વર્ષે અવસાન થયું છે, રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ સામત ભાઈ ગઢવી થોડા સમયથી બીમાર હતા 

  તેઓ ગીરમાં લીલાપાણી નેસમાં પશુપાલન સાથે સંકળાયેલા હતા

રાજભા ગઢવીના પિતાનું 70 વર્ષે અવસાન થતા ગુજરાતી કલાકારોમાં શોક છવાયો હતો

લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો જન્મ અનેક અસુવિધાઓ વચ્ચે ગીર જંગલમાં થયો હતો.  પિતા પાસેથી લોકસાહિત્યનો વારસો મળ્યો હતો. રાજભા આજે ગુજરાત સહિત વિદેશમાં પણ ડાયરા કરી રહ્યા છે

ગુજરાતના નામી સંત ઈન્દ્રભારતી બાપુએ પિતાને ઘેરા વડલાંની ઉપમા આપી હતી એટલે એ અર્થમાં રાજભાનો 'ઘેરો વડલો' ન રહ્યો.

રાજભા ગઢવી પિતાને બાપા કહીને સંબોધતાં હતા. રાજભા કંઈ ભણેલા નથી પરંતુ પિતા પાસેથી જ લોકસાહિત્યનો વારસો મળ્યો હતો. રાજભા ગઢવી અગાઉ કહી ચૂક્યાં છે કે લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી તેમના માનસ ગુરુ છે પરંતુ સાહિત્યનો સાચો વારસો તો તેમને પિતા પાસેથી મળ્યો હતો. રાજભા ભણ્યાં નથી પરંતુ પિતા પાસેથી સાહિત્યની વાતો સાંભળી હતી.

  રાજભા ગઢવી ગુજરાતના નામાંકિત લોક ગાયક કમ સાહિત્યકાર છે. જાણીને નવાઈ લાગશે કે રાજભાને પહેલા ડાયરા માટે ફકત 30 રૂપિયા મળ્યા હતા પરંતુ આજે તેમને ટંકશાળ પડી છે અને એક ડાયરાના સાડા પાંચ લાખ રૂપિયા લે છે.

રાજભા ગઢવીનો જન્મ 1980માં ગીરના લીલાપાણી નેસમાં થયો હતો અને તેમને બાળપણથી કુદરતનો ખોળો મળ્યો હતો. પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓ વચ્ચે મોટા થયા હતા.

 

રાજભા ગઢવીના પરિવારમાં આઠ સભ્યો છે. જેમાં ત્રણ બહેનો છે અને તેમનાં લગ્ન થઇ ગયા છે.

(9:30 PM IST)