<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

સ્થાનિકોને રોજગારી માટે 180 જેટલી દુકાનો બનાવી જે છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાઈ ખંડેર થઇ રહી છે.

સ્થાનિકો રોજગારીમાં તાપમાં બેસી આખો દિવસ ધંધો કરે છે, SOU સત્તામંડળ આ દુકાનો વહેલા ફાળવે તે જરૂરી :કરોડોના ખર્ચે વિકાસના કામો થઇ રહ્યા છે પણ બની ગયા પછી તેનો ઉપયોગ ના થાય એ શું કામનું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધ  હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ મોટા પ્રોજેક્ટોમાં જમીનો ગુમાવનારા અસરગ્રસ્તો હજુ પોતાના હક્કો માટે લડે છે. જમીનો સરકાર માં જતા ગુજરાન ચલાવવા માટે સ્થાનિકો જાહેર રસ્તાઓ પર લારી ગલ્લા અને SOU ના બે પોઇન્ટ પર લાઈનો લગાવી તાપથી બચવા ઓથું કરી ખાદ્ય અને અન્ય ચીજવસ્તુઓ વેચી  રહ્યા છે. સવારે 8 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી ધંધો કરે છે. ત્યારે પરિવારનો ચૂલો સળગે છે. SOU ના ઝગમગાટ વચ્ચે સ્થાનિકો ની હાલત દિવા તળે અંધારું હોય એવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સ્થાનિકોને રોજગારી આપવાનો હંમેશા ભાર મૂકે છે પરંતુ સ્થાનિક અધિકારીઓ ખાનગીકરણ કરી સ્થાનિકોને નોકરી આપી શોષણ કરે છે તેવી વાંરવાર બૂમો ઉઠે છે અને હડતાલ પણ થાય છે. નોકરી ના હક્કો માટે સ્થાનિકો ટાવરો પર ચઢવાના કિસ્સા પણ વધ્યા છે. પરંતુ અધિકારીઓ આ લોકોને તેમના હક્કો આપવામાં વિલંબ કેમ કરે છે એ સમજાતું નથી. નર્મદા નિગમ દ્વારા સ્થાનિકોને રોજગારી માટે લારી ગલ્લા લઇ બહારના બેસે એ માટે દુકાનો બનાવી આપવાના વાયદા પ્રમાણે 180 જેટલી પાકી દુકાનો બનાવી જેમાં કેવડિયા ગામ પાસે જ્યા પાર્કિંગ એરિયા છે ત્યાંથી ઉતરી લોકો આ દુકાનોમાં જાય જ્યારે બીજી જંગલ સફારી સામે આમ બે બજારો ઉભા થયા છે. પરંતુ આ દુકાનો લગભગ 3 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. હવે આ દુકાનો આટલા વર્ષો થી ખંડેર થવાની તૈયારીઓ છે. ત્યારે સામે ઉનાળો આવે છે. ઊનાળાના 35 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે ખુલ્લામાં બેસી લોકો રોજગારી મેળવે છે એના કરતા દુકાનો ફાળવવામાં આવે તો સ્થનિકો શાંતિથી ધંધો કરી શકે. હાલમાં સત્તામંડળ પાસે ફાળવણી કરવાની સત્તા હોય વહેલી તકે આ દુકાનો ની ફાળવણી થાય તે જરૂરી બન્યું છે.
 સ્થાનિકોને દુકાનો આપવાની છે જે બાબતે તંત્ર વિલંબ કેમ કરે છે તે સમજાતું નથી. અમારી લારી ગલ્લા હટાવી દેવાયા જેના બદલામાં દુકાનો આપવાની છે ત્યારે હવે પેકેજમાં દુકાનો લો તેવી શરતો તંત્ર મૂકે છે.જમીનોના વળતર અને જે મળવા પાત્ર હક્કો અમને આપો, ધંધા માટે દુકાનો આપો આવું નક્કી હોવા છતાં અમારી માંગો સ્વીકારતા નથી અને તેમની મનમાની કરે છે. લીસ્ટ તૈયાર છે તો સત્તા મંડળે ફાળવણી કરવી જોઈએ છતાં કોની રાહ જુવે છે એ સમજાતું નથી, જો વહેલીતકે દુકાનો ના ફાળવી તો તેને પુનઃ મરમ્મતની જરૂર પડશે તેમ વાગડીયા ગામના અગ્રણી શૈલેષ તડવી એ જણાવ્યું હતું.

(10:16 PM IST)