<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

રાજ્યમાં મગફળીનો ઉંચો ભાવ હિમતનગરમાં 1450 રૂપિયા સુધી બોલાયો :જાણો અન્ય 32 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 2,573.00 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 2,573.00 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1450 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1150 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1400 રૂ., જામનગરમાં 1380 રૂ., તલોદમાં 1325 રૂ., મોડાસામાં 1252 રૂ., મોરબીમાં 1232 રૂ., ભાવનગરમાં 1214 રૂ., ગોંડલમાં 1101 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,573.00 ટન મગફળીની આવક થઇ છે.

(10:39 PM IST)